કોલેસ્ટેરોલ માટે ની લોહી ની તપાસ, જેને ફાસ્ટિંગ લિપોપ્રોટીન પ્રોફાઈલ કહેવાય છે, તે તમારા રક્ત માં આ નીચે જણાવેલ કોલેસ્ટેરોલ ના પરિમાણો ના સ્તર ને માપે છે : ટોટલ (કુલ) કોલેસ્ટ્રોલ; LDL, જેને “ખરાબ” કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખવા માં આવે છે; HDL, જેને “સારા” કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખવા માં આવે છે; અને તમારા રક્ત માં રહેલી એક પ્રકાર ની ચરબી જેને ટ્રાઇગ્લિસેરાઇડ્સ કહેવાય છે. તમારા લોહી માં રહેલ કોલેસ્ટેરોલ ના સ્તરો માટે ના આદર્શ પરીક્ષણ પરિણામો, અને કોરોનરી હાર્ટ ડીઝીઝ (હૃદય ને લોહી પૂરું પાડતી ધમનીઓ ને લગતા રોગો) માટે ના જોખમ ના પરિબળો અહીં સમજાવાયેલ છે.