અમદાવાદ– સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ વાર દર્દી ઉપર થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રકચરલ હાર્ટ ડીસીઝની સારવાર કરીને કાર્ડિયોલોજી ક્ષેત્રે એક સિમાચિન્હરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ સારવારમાં ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઈમ્પ્લીમેન્ટેશન (તાવી)ના ઉપયોગ દ્વારા કેથેટરને એક નાનકડા છીદ્ર દ્વારા લેગ આર્ટરીમાં થઈને મોટી રક્તનલિકામાં દાખલ કરાયું હતું અને રોગિષ્ટ એઓર્ટીક વાલ્વના બદલે એક મોટો કૃત્રિમ વાલ્વ દાખલ કરવામાં આવ્યો હતો.
એઓર્ટીક વાલ્વ સર્જરી પછી મોટી ઉંમરના દર્દીને સાજા થતાં થોડાંક સપ્તાહ લાગે છે. તાવી પ્રક્રિયામા સિમ્સ ખાતેના દર્દીઓ 24 કલાકમાં જ ચાલતા થઈ ગયા હતા.
સિમ્સ હોસ્પિટલમાં તેનો તાવી પ્રોગ્રામ બે વર્ષ પહેલાં ડો. ધીરેન શાહ અને ડો. મિલન ચગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સફીમોરલ (પગમાંથી) તાવીનો ઉપયોગ કરીને બે મહિના પહેલાં ડો. મિલન ચગ અને ડો. કેયૂર પરીખ દ્વારા એક-એક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. હવે ભારતમાં સૌ પ્રથમવાર થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ પ્રોસિજર કરાતાં પહેલાં દર્દીની વ્યવસ્થિત શરીર રચનામાં સર્જરી અથવા તો પ્રક્રિયા દરમ્યાન સુનિશ્ચિત ચોકસાઈ હાસલ કરવામાં આવે છે. કાર્ડિયોલોજી ટીમ દ્વારા અગાઉ થ્રીડી ટેકનોલોજીના ઉપયોગનો અનુભવ મળ્યો હોવાના કારણે તાવીના બંને કેસ 30 મિનિટ થી એક કલાકની અંદર પૂરા કરવામાં આવ્યા હતા.
સિમ્સ હોસ્પિટલ અમદાવાદના કાર્ડિયોલોજીસ્ટ અને ચેરમેન ડો. કેયૂર પરીખ કે જેમણે સિમ્સની ‘હાર્ટ ટીમ’ ના નિષ્ણાંતો સાથે મળીને આ બંને કેસ હાથ ધર્યા હતા.
થ્રીડીને કારણે દર્દીઓમાં અને ખાસ કરીને સંકુલ પ્રકારના સ્ટ્રક્ચરલ હૃદય રોગો કે જેમાં ઘસારાના કારણે અથવા તો જન્મજાત ક્ષતિ હોય તેવા કેસમાં ઈન્ડિવિડ્યુઆલાઈઝેશન (સારવારમાં જરૂર મુજબ વ્યક્તિગત ફેરફાર ની) કરવાની તક રહે છે. ચોકસાઈ આધારિત આ ટેકનોલોજીમાં ઝડપેલી ડીજીટલ ઈમેજીનું પકડી શકાય અને અનુભવી શકાય તેવું કશુંક સર્જવામાં સહાય મળે છે. ટેકનોલોજીમાં પ્રગતિ થતાં પ્રિન્ટર્સમાં સુધારા થયા છે અને હવે તે વિવિધ માધ્યમોની પ્રિન્ટ માટે સજ્જ બન્યા છે. પછી તે પ્લાસ્ટીક, સિરામિક અથવા તો ધાતુ હોય. હૃદય રોગની બિમારીઓને સારવાર કરવાની પધ્ધતિની સાથે સાથે થ્રીડી પ્રિન્ટીંગ વધુ વ્યૂહાત્મક આયોજનમાં સહાયરૂપ થઈને દરમ્યાનગીરીમાં મદદ કરે છે તથા થ્રીડી પ્રિન્ટેડ અંગો, મૂળ અંગોની કામગીરી દોહરાવે તેવું બને છે.
#tavi #3dprinting #drkeyurparikh #cimshospital#ahmedabad